બોડેલી મેન કેનાલના પાંખિયામાંથી ૧૫ થી ૧૭ કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઈનોર કેનાલ આજે ૧૮ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે. આ કેનલ ૨૦ વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ માત્ર બે વર્ષ જ છેવાળાના ખેડૂતો સુધી આ કેનાલનો લાભ મળ્યો હતો. ત્યારબાદ આજદિન સુધી તાલુકાના બંબોજ વીરપુરા ગોવિંદપુરા પટ્ટી પરના ગામોના ખેડૂતોને આજે પણ લાભ મળતો નથી. આ ગામોથી ઉપર તરફ આવેલ કેનાલના કમાન્ડિંગ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર જેને ફાવે તેને કેનાલમાં ગાબડા પાડી પાણી લેવાનો સિલસિલો છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે. જેને કારણે છેવાડાના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આજે પણ તેનો લાભ મળતો નથી. ઉપરથી પાડેલા ગાબડા ફરીથી પુરવામાં ન આવતા હોય ઉપરથી છોડવામાં આવતું સમગ્ર પાણી લોકોના ખેતરોમાં ઘૂસી જાય છે. એટલું જ નહીં હજારો લિટર પાણી તો બંબોજના આવેલા ૧૦૦ વિંગાના મસ મોટા ગોચરમાં ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા . તેને લઈ પશુધનને ચલાવવા પણ ક્યાં જવું તે પણ એક મહત્વની બાબત ઊભી થઈ ચૂકી છે.
તો બીજા અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી સેકડો એકર ખેત જમીનમાં પાક લઈ શકાતો નથી એ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર ૨૦ વર્ષના વહાણા વહી ગયા, ક્યારે આ પંથકની આશરે હજાર એકર ઉપરાંત જમીનના ખેડૂતો માત્ર ચોમાસાની સિઝનમાં આ જ પાક પકવી શકે છે .કેનલ માટે ખેડૂતોએ જગ્યા આપી તે છતાં પણ તેઓને આજદિન સુધી કેનાલના પાણીનો લાભ મળતો નથી. હાલાકી નર્મદા યોજનાને સફળ બનાવવા માટે માંદરે વતન છોડી આવેલા નર્મદા વિસ્થાપિતોની પણ સેંકડો એકકર જમીન પણ આ કેનલ પર આધારિત છે, ત્યારે આ કેનાલના મુખ્ય સત્તાધીશોને પણ અત્યાર સુધીમાં ત્રણ થી ચાર વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ ઊડતી નથી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સત્યા ટીવી ડભોઇ