ક્રિકેટર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રમતજગતમાં તેનાં યોગદાન બદલ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મંગળવારે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.CM યોગી આદિત્યનાથે મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ એનાયત થવા પર લખ્યું, ‘આજે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી દ્વારા નવી દિલ્હીમાં ‘નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ-2023’ હેઠળ, ‘ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં તેમના અનોખા પ્રદર્શનથી વિશ્વ મંચ પર નામ બનાવનાર અને ઉત્તર પ્રદેશના રહેવાસી પ્રખ્યાત બોલર મોહમ્મદ શમીને પ્રતિષ્ઠિત ‘અર્જુન એવોર્ડ-2023’થી સન્માનિત કરવામાં આવ્યા છે તે બદલ તેઓને હાર્દિક અભિનંદન! તેમણે ભારત માતાને ગૌરવ અપાવ્યું છે, તમારી આ અવિસ્મરણીય સિદ્ધિ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે.
અર્જુન એવોર્ડમાં 15 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં 26 ખેલાડીઓ અને પેરા-એથ્લેટ્સને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
