છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ઘરેલું કામ કરતી એક છોકરીએ તેની સહેલીઓ સાથે મળીને ઘરની માલકણના માથામાં વાર કરીને તેને બેભાન કરી નાખી અને પછી તેના કપડાં કાઢીને તેનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો આ પછી તેણે અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને કબાટની ચાવી લઈ લીધી હતી. આ પછી ત્રણેય લૂંટારુ યુવતીઓ કબાટ ખોલી ઘરમાં રાખેલા ચાંદીના સિક્કા, 7 લાખ રૂપિયા, સોનાના દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ ટીમો બનાવવામાં આવી હતી અને નજીકમાં જ સીસીટીવી સ્કેન કરવામાં આવ્યા હતા. પોલીસે તેમને શોધી કાઢ્યા અને શહેરની એક હોટલમાં પહોંચી. જ્યાં ત્રણેય યુવતીઓ લૂંટના કેસને અંદરોઅંદર વહેંચી રહી હતી. ત્રણેયની પોલીસે ધરપકડ કરી હતી. સૂર્ય વિહાર કોલોનીમાં લૂંટની ઘટના બની હતી.
ત્રણેય યુવતીઓએ પોતાની ગેંગ બનાવી હતી. તેઓ સિંગલ વુમનને ટાર્ગેટ કરતા હતા. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અન્ય ઘટનાઓની જાણકારી મળી રહી છે. ત્રણેય યુવતીઓએ ગુનો કબૂલી લીધો છે. નોકરાણી રાખતાં લોકોએ આ ઘટનાથી ચેતવા જેવું છે.