Satya Tv News

શાહિદ કપૂર લાંબા સમય બાદ ફિલ્મ લઈને આવી રહ્યો છે. હાલમાં તેને કૃતિ સેનન સાથેની તેની અપકમિંગ ફિલ્મનું ટાઈટલ રિવીલ કરીને ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. આ મચ અવેટેડ ફિલ્મની પહેલી ઝલક પણ સામે આવી છે, જેને જોઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધી ગયું છે. પરંતુ બીજી તરફ તેનું નામ સાંભળીને ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેકર્સે ફિલ્મને વેલેન્ટાઈન વીક પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

શાહિદ કપૂર અને કૃતિએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મને લઈને અપડેટ્સ આપ્યા છે. શાહિદે પોસ્ટ સાથે જણાવ્યું છે કે ફિલ્મનું ટાઈટલ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન વીકમાં 9મી ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. હાલમાં મેકર્સે ફિલ્મમાંથી શાહિદ અને કૃતિની એક ઝલક શેર કરી છે. જેને જોયા બાદ ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

error: