Satya Tv News

સુરતમાં બાળકો માતા-પિતા સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે એક સ્કૂલ દ્વારા ‘માતૃ પિતૃ વંદના’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા 6500 જેટલા બાળકોએ યોજેલા કાર્યક્રમમાં તેમના માતા-પિતાનું સામૂહિક પૂજન કર્યું હતું. પૂજનના આ કાર્યક્રમમાં માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા-પિતા પણ ભાવુક બની ગયા હતા.

ગોડાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા-પિતા વંદના કાર્યક્રમનું પૂજન કર્યું હતું. સ્કૂલમાં અભ્યાસ કરતા 6500 બાળકો કાર્યક્રમ સ્થળે એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં બાળકોના માતા-પિતાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને બાળકોએ તેમનું પૂજન કર્યું હતું.

બાળકોને પૂજા વિધિ કરતા જોઈ વાલીઓ સાથે બાળકો પણ ભાવુક થઈ ગયા હતા. બાળકોમાં સારા સંસ્કાર કેળવાય અને માતા-પિતા પ્રત્યે પ્રેમ રહે તે હેતુથી સુરત શહેરની જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા-પિતાની સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો નજારો ડ્રોન કેમેરામાં પણ કેદ થયો છે.

જ્ઞાન જ્યોત વિદ્યાલયના ડાયરેક્ટર લાલજી નકુમએ જણાવ્યું હતું કે, શાળાના 18 વર્ષ પૂર્ણ થવાને લઈ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલ બાળકો માતા-પિતાથી દૂર થઈ રહ્યા છે. તેમને નજીક લાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજકાલ બાળકો અભ્યાસ માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ ફોનના ચક્રને કારણે ઘરમાં હોવા છતાં બાળકો માતા-પિતાથી વિમુખ થઈ રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમના માતા-પિતા સાથે જોડાયેલા રાખવા માટે કાર્યક્રમ કરાયો હતો.

error: