Satya Tv News

હિમાચલ કેબિનેટ મીટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય છોકરીઓનાં લગ્નને લઈને કરવામાં આવ્યો છે. મીટિંગમાં પ્રસ્તાવ પાસ કરી દેવાયો છે. હવેથી હિમાચલમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે. એટલે કે માતાપિતા છોકરીનાં લગ્ન 21 વર્ષ પહેલાં નહીં કરાવી શકે. હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને એ બાદ જ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે.આ સિવાય પીરિયડ બેસ્ટ ગેસ્ટ ટીચર ભરતીને લઈને પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટે આ માટે 2600 પદને મંજૂરી આપી છે. આ સાથે જ સ્કૂલોમાં બાળકોને 6 વર્ષની ઉંમરે દાખલ કરવાનાં નિયમમાં પણ છૂટ દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

error: