કુલ 16 ખેલાડીઓના નામના એલાન કરવામાં આવ્યા છે જેમાં હિટમેન રોહિત શર્મા નેતૃત્વ કરશે જ્યારે જસપ્રિત બૂમરાહ વાઇસ કેપ્ટનની ભૂમિકા નિભાવશે. પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ્યારે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. રોહિત શર્મા, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, કેએસ ભારત, ધ્રુવ જૂરેલ, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રીત બૂમરાહ, આવેશ ખાન.
રણજી ટ્રોફીમાં ગુજરાતી પ્લેયર ચેતેશ્વર પૂજારાએ જોરદાર પ્રદર્શન કર્યું અને ડબલ સેન્ચુરી ફટકારી. આટલા સારા પ્રદર્શન બાદ એવી અટકળો હતી કે પૂજારાને ટીમ ઈન્ડિયાને જગ્યા આપવામાં આવશે, જોકે તેમનું નામ લિસ્ટમાં આવ્યું નથી. જોકે રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ એમ બે ગુજરાતી સ્ટાર્સ ટીમમાં સામેલ છે જ્યારે જસપ્રીત બૂમરાહનો પણ ગુજરાત સાથે ખાસ નાતો છે.
બીજી તરફ ઈશાન કિશનનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. ઈશાનને ફરી ટીમમાં સ્થાન મળ્યું નથી. જુદા જુદા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈશાન કિશનથી BCCI નારાજ છે તેથી તેને ટીમમાં સ્થાન આપવામાં આવી રહ્યું નથી. જોકે આ મુદ્દે કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનું પ્રદર્શન કશું ખાસ રહ્યું નથી અને રન પણ નથી બની રહ્યા છતાં તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.