આ ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. ગઇકાલે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સામાન્ય બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક કારીગરને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે મામલે કારીગરો દ્વારા કંપની બંધ કરાવવા મામલે હોબાળો કરવામાં આવતાં પરિસ્થિતિ તંગ બની હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે કારીગરોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી પોલીસે 35 જેટલા કારીગરોની અટકાયત કરી છે. સાથે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતાં પોલીસ દ્વારા ટિયર ગેસના રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થઇ ગયું છે.