Satya Tv News

બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન રામની નગરી અયોધ્યામાં આલીશાન ઘર બનાવવા જઈ રહ્યા છે. જેના માટે તેમણે અભિનંદર લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયુમાં પ્લોટ ખરીદ્યો છે.અભિનંદન મુંબઈ ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાનો ચેરમેન છે. આ સ્થળ કેટલું મોટું છે તેના પર જાણવા મળ્યું નથી પરંતુ સોર્સનું કહેવું છે કે, અમિતાભ બચ્ચને જ્યાં પ્લોટ ખરીદ્યો છે તે 10,000 સ્કવેર ફીટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત અંદાજે 14.5 કરોડ રુપિયા છે.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે. અમિતાભ બચ્ચન પહેલા લખનઉની પાસે કાકોરીમાં જમીન ખરીદી ચૂક્યા છે.અલાહાબાદમાં તેમનું જન્મ સ્થળ છે,નેશનલ હાઈવે 330થી તેની અયોધ્યા સુધીનો રસ્તો 4 કલાકનો છે. આ સ્થળ મંદિરથી માત્ર 15 મિનિટના અંતરે છે. તેમજ અયોધ્યા એરપોર્ટથી તેનું અંતર 30 મિનિટનું છે.

2019 બાદ અયોધ્યામાં મોટા પ્રમાણમાં ઈન્ફાસ્ટ્રકચર પર કામ થઈ રહ્યું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે બાબારી મસ્જિદના સ્થાન પર માલીકી હક હિંદુઓને આપ્યો છે. ત્યારબાદ શહેરની અંદર તેમજ બહારી વિસ્તારોમાં લખનઉ અને ગોરખપુરમાં જમીનની કિંમત વધી રહી છે.મળતી માહિતી મુજબ અયોધ્યામાં જ રિયલ એસ્ટેટના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. ટાટા ગ્રૂપ ઉપરાંત અન્ય મોટા જૂથો પણ અયોધ્યામાં રોકાણ કરી રહ્યા છે. જે અંતર્ગત શહેરમાં હોટલથી લઈને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

error: