Satya Tv News

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી ફરિયાદ લખાવી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો જેમાં 15 વર્ષીય દીકરીને તાત્કાલિક લોહીની જરૂર હોવાનું કહી મદદ માંગવામાં આવી હતી. આ વાત રાંદેર પોલીસ સમક્ષ થઇ હોવાથી પોલીસે તુરંત પોતાના ગ્રુપમાં B+ Fresh Donor ની જરૂર હોવાનો મેસેજ મુક્યો હતો.બાળકીનો જીવ જોખમમાં હોવાથી પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ કીરીટસિંહ રામસિંહ રાઠોડ અને વિપુલ સાંભાભાઇ કામ પડતું મૂકી સીધા બ્લડ બેન્ક પહોંચી ગયા હતા.પોલીસકર્મીઓએ સમયસર બાળકી માટે રક્ત તથા સેલ ડોનેટ કરી તેનો જીવ બચાવી લીધો હતો.રાંદેર પોલીસ સ્ટાફ ઉત્તરાયણ બંદોબસ્તમાં વ્યસ્ત હતો ત્યારે આ મેસેજ મળતા તુરંત B+ બ્લડ ગ્રુપ ધરાવતા પોલીસકર્મીઓ કામ છોડી કિરણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

error: