અમિત શાહના બહેન રાજેશ્વરીબેન પ્રદીપભાઇ શાહનું નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં તેમની છેલ્લા ઘણા સમયથી સારવાર ચાલતી હતી. લાંબી બીમારી પછી અમિત શાહના બહેનનું નિધન થયું છે.અમિત શાહની બહેનનું નિધન થતા આજના તમામ કાર્યક્રમને રદ કરવામાં આવ્યા છે. અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કાર્યક્રમ હતો જેને રદ કરવામાં આવ્યો છે.
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વેજલપુરમાં કાર્યકરો સાથે પતંગ ઉડાવવાની મજા લીધી હતી. જે પછી આજે પણ ગુજરાતમાં પણ તેમના અનેક કાર્યક્રમ હતા. અમિત શાહ આજે બનાસકાંઠાના પ્રવાસે જવાના હતા અને બનાસ ડેરીના સંકુલ ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો. આ સાથે જ આજે બપોરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે તેઓ હાજરી આપવાના હતા. જો કે અનિવાર્ય સંજોગોના કારણે તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.