Satya Tv News

કચ્છનાં અંજાર વિસ્તારમાં આવેલ કેમો સ્ટીલ કંપનીમાં મોડી રાત્રીનાં સુમારે મોટી દુર્ઘટનાં સર્જાવા પામી હતી. જેમાં સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 7 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. ત્યારે અચાનક જ ભઠ્ઠી ઉભરાઈ જતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન આજે સવારે 3 કામદારોનું મોત નિપજ્યા હતા.

error: