Satya Tv News

પિતરાઈ ભાઈ-બહેને ડાલટનગંજ રેલવે સ્ટેશને લગ્ન કર્યાં હતા. ભાઈએ બહેનની માગમાં કંકુ ભરીને તેને પત્ની બનાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ આ પ્રસંગે તેમણે સાથે જીવવા-મરવાના પણ કૌલ દીધાં જોકે પરિવારને ખબર પડતાં તેઓ મારતા ઘોડે છત્તીસગઢ દોડી આવ્યાં હતા અને ઉગ્ર હોબાળો શરુ કર્યો હતો. પરિવારજનો વચ્ચે વધી રહેલા વિવાદ બાદ પોલીસ છોકરા-છોકરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જે બાદ મામલો થાળે પાડ્યો હતો.

હાલમાં તો બન્ને પોલીસ કસ્ટડીમાં છે પરિવાર અને પોલીસ બન્નેને સમજાવી રહ્યાં છે પરંતુ બન્ને ટસના મસ થવા તૈયાર નથી અને સાથે રહેવાની જીદ પણ અડગ છે. છોકરા કે છોકરી જ્યારે ભાગી જતાં હોય છે ત્યારે તો મા-બાપ પર કેવી વીતવી હશે એ તો એ જ જાણે પરંતુ આ કિસ્સામાં તો લગ્ન કરનાર ભાઈ-બહેન છે અને પરિવાર પર શું વીતતી હશે, કલ્પનાથી જ ભારે આઘાત લાગે. બન્ને પતિ-પત્ની બનીને રહેવા માગે છે તેવી અડગ જીદ છે. પરિવારજનો સમજાવી રહ્યાં છે પરંતુ માનવા તૈયાર નથી. બહુ સમજાવવા પર બન્નેએ મરી જવાની પણ ધમકી આપી છે.

error: