Satya Tv News

આ ઘટના બેતુલના બાજરવાડા ગામની છે. અનિલ ઉઇકે નામના શખ્સને બે પુત્રો છે, મોટો દીકરો સાત વર્ષનો છે અને નાનો દીકરો પાંચ વર્ષનો છે. જ્યારે પત્ની રુચિકા ત્રીજી વખત ગર્ભવતી થઈ ત્યારે તેને આશા હતી કે આ વખતે દીકરી આવશે પરંતુ બન્યું ઉલટું અને ત્રીજો પણ દીકરો જ આવ્યો. આ વાતથી અનિલ ખૂબ ગુસ્સે ભરાયો અને રવિવારે સાંજે દારૂ પીને ઘરે પરત ફર્યો હતો અને પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આરોપીએ પત્નીને દોષી માનીને પહેલા તેને જોરદાર માર માર્યો હતો. પતિનો રંગ જોતા રૃચિકા ઘરની બહાર નીકળી ગઈ હતી પરંતુ થોડા સમય બાદ પાછી આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેનો નવજાત પુત્ર ઝૂંપડીમાં મૃત અવસ્થામાં પડ્યો હતો. તેના ગળા પર દબાવવાના નિશાન હતા.

આ ઘટના બાદ ગામમાં હડકંપ મચ્યો છે. તરત પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને તાબડતોબ આરોપી અનિલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, તેને પહેલાથી જ બે પુત્રો છે, તેથી તેને ઘરમાં એક પુત્રી જોઈતી હતી પરંતુ ત્રીજો પણ દીકરો આવતાં તે સહન કરી શક્યો ન હતો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં લોકોએ પણ ભારે આઘાત વ્યક્ત કર્યો હતો.

error: