31 જાન્યુઆરી પહેલાં જેમણે ફાસ્ટેગની KYC નહીં કરાવી હોય તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અથવા તો તેમને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે NHAIએ કહ્યું કે એક ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનારા એકાઉન્ટ પણ બ્લેકલિસ્ટમાં જતાં રહેશે. 31 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની KYC ફરજિયાત છે. ફાસ્ટેગ જો નિષ્ક્રિય થશે જો તમને ડબલ ચૂકવણી કરવી પડશે. કેશમાં ટોલ ટેક્સની ચુકવણીમાં તમને બેગણો ટેક્સ ભરવો પડશે.KYC અપડેટ કરવા માટે તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંકમાં જવું પડશે અમે ફાસ્ટેગ KYC અપડેટ કરવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા પડશે. આ બાદ બેંક તમારી ફાસ્ટેગ ડિટેલ અપડેટ કરી આપશે.