Satya Tv News

Android ઇકોસિસ્ટમમાં ઘણી ખામીઓ સામે આવી છે. ફ્રેમવર્ક, સિસ્ટમ, Google Play સિસ્ટમ અપડેટ્સ અનેઘણા નિર્માતાઓના હાર્ડવેર કંપોનેંટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક ઇમેજિનેશન ટેક્નોલોજી, મીડિયાટેક કંપેનેંટ્સ, યુનિસોક કંપેનેંટ્સ, ક્વાલકોમ કંપેનેંટ્સ અને ક્વોલકોમ ક્લોઝ-સોર્સ કંપેનેંટ્સમાં ખામીઓ સામે આવી છે.Android વર્ઝન 11,12,12એલ, 13 અથવા 14 પર ચલાવવામાં આવી રહેલી દરેક ડિવાઈઝ માટે આ એક મોટો ખતરો છે. જેમાં સૈમસંગ, ગૂગલ પિક્સલ, વનપ્લસ, ઝીઓમી, ઓપ્પો અને ધણા સ્માર્ટશોનનો સમાવેશ થાય છે.

આપણા એન્ડ્રોઈડ ફોનને હેકર્સથી બચાવવા માટે , CERT-INએ એક સલાહ આપી છે.. જે ખામીઓથી આપણે આપણા સ્માર્ટ ફોનને સુરક્ષિત રાખી શકીએ છીએ…. જેનો ઉપાય એ છે કે તમારે તમારી ડિવાઈસને ફટાફટ અપડેટ કરવી પડશે… સ્માર્ટફોન કંપનીઓએ પણ આ ખામીઓ દુર કરવા માટે સુરક્ષા પેચ જાહેર કરી રહી છે.. પરંતુ નિર્માતા અને મોડલના આધાર પર તેમાં થોડો સમય લાગી શકે છે.જો તમારું ડિવાઈસ ઓટોમેટિક અપડેય ઓપ્શન ઓફર કરી રહ્યું છે તો તમારે તેને ઓન કરી દેવું… જેથી સિક્યોરિટી પેચ જેવા જ ઉપલબ્ધ થાય કે તે ઓટોમેટિક ડાઉનલોડ થઈને ઈન્સ્ટોલ થઈ જાય છે. જેથી તમે ખતરાથી બચી શકો છો.કોઈ પણ એપ્સને ઈન્સ્ટોલ કરતા સમયે ખુબ જ સાવધાની રાખવી. માત્ર Google Play Store જેવા સ્ટોર પરથી જ તમારે એપ્સને ઈન્સ્ટોલ કરવી. ક્યારેય પણ થર્ડ પાર્ટી વેબસાઈટ પરથી એપ્સ ડાઉનલોડ કરવી નહી.

error: