500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને પાછળની તરફ લાલ કિલ્લાનો ફોટો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ 500 રૂપિયાની નોટના ફોટોમાં ભગવાન શ્રીરામ અને નોટની પાછળની તરફ રામ મંદિરનો ફોટો છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. RBI દ્વારા ભગવાન શ્રીરામના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા અંગે કોઈ અધિકૃત જાણકારી આપવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીરામના ફોટોવાળી વાયરલ થઈ રહેલ નોટ નકલી છે. વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વની રાણાએ જણાવ્યું હતું કે, RBI દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જૂન 2022માં કહેવામાં આવી રહ્યું હતું કે, ચલણી નોટમાં મહાત્મા ગાંધીના ફોટોની જગ્યાએ બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન તથા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે કલામના ફોટોવાળી નોટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ RBIએ આ વાતને સંપૂર્ણપણે નકારી દીધી હતી.