વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી મારી પગ બંને સુઝી ગયા છે. ત્યારે એક બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે પ્રિન્સિપાલે જો મને જાણ કરી હોત કે તમારૂ બાળક આઈકાર્ડ પહેર્યા વગર આવ્યો છે તો અમે આઈકાર્ડ બાળકને આપી જાત પરંતું આ બાબતે પ્રિન્સિપલ દ્વારા કોઈ જાતની જાણ કરવામાં આવી નથી. બાળકનો પગ હજુ સુધી સુજેલો છે. તેમજ કામરેજ પોલીસ મથકે અમે અરજી આપી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કંઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે યુવકની માતા ડોલીબેને જણાવ્યું હતું કે, 10 તારીખે મારા દિકરાને આ સ્કૂલનાં પ્રિન્સિપાલ કાંતિભાઈ પટેલે દંડાથી માર માર્યો હતો. આઈકાર્ડને લઈ છોકરાને માર માર્યો હતો. આવું ન થવું જોઈએ. આજે મારા બાળક સાથે આવુ થયું છે કાલે બીજા કોઈનાં બાળક સાથે આવુ થઈ શકે છે. સ્કૂલનાં આચાર્યએ વાલી જોડે વાત કરતા જણાવ્યું હતું કે આઈકાર્ડ મામલે વાલી સાથે વાત કરતા સ્કૂલનાં આચાર્યએ જણાવ્યું હતું કે, બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા હતા ફાયદો થયો કે ન થયો.