Satya Tv News

સાનિયા મિર્ઝા અને તેનો પતિ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક વચ્ચેના સંબંધોમાં કાંઈ ખટાશ આવી હોય તેવું લાગી રહ્યું છે. વર્ષે 2022માં આ અફવાએ જોર પકડ્યું હતુ. ત્યારથી લઈ અત્યારસુધી બંન્ને વચ્ચે તલાકના સમાચાર ખુબ ચર્ચામાં છે.બંનેમાંથી કોઈએ પણ આ અટકળોને સમર્થન આપ્યું નથી. તાજેતરમાં એક અહેવાલ હતો કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થવા જઈ રહ્યા છે પરંતુ હવે ભારતની ભૂતપૂર્વ ટેનિસ સ્ટારે એક રહસ્યમય પોસ્ટ (ક્રિપ્ટિક પોસ્ટ)શેર કરી છે. જેમાં તેણે લગ્ન અને છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો હતો.સાનિયા મિર્ઝાએ પોસ્ટમાં લખ્યું લગ્ન મુશ્કેલ છે. તલાક મુશ્કેલ છે, મોટાપો અધરો છે, ફિટ રહેવું પણ મુશ્કેલ છે, દેણામાં ડુબવું મુશ્કેલ છે. આર્થિક રુપથી અનુશાસિત રહેવું મુશ્કેલ, વાતો ન કરવી મુશ્કેલ, જીંદગી ક્યારે પણ સરળ નહિ હોય. હંમેશા મુશ્કેલ જ રહેશે પરંતુ તમે તમારી મહેનતથી પસંદ કરી શકો છો, બુદ્ધિમાનથી પસંદ કરો.

સાનિયા મિર્ઝાની પોસ્ટથી સ્પષ્ટ કાંઈ થઈ રહ્યું નથી. એ જોવાનું સ્પષ્ટ રહેશે કે, સાનિયા અને શોએબ પોતાના સંબંધને લઈને શુ નિર્ણય લે છે.સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. બંન્ને એક પુત્રના માતા-પિતા પણ છે.

error: