Satya Tv News

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા હતા. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.

હરણી લેકમાં બોટિંગ સેવાની યોગ્ય સમારકામ પણ ન કરાયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બોટિંગ દરમિયાન બોયા, રિંગ, દોરડા જેવા કોઇ પણ સેફ્ટી સાધનોની વ્યવસ્થા કરાઇ ન હતી. સામાન્ય કહી શકાય તેવા સેફ્ટી સાધનો અને પ્રોટોકોલની પણ દરકાર ન લેવાતાં આખરે ભુલકાઓએ આની કિંમત ચૂકવવાનો વારો આવ્યો છે. દરેક બોટિંગ રાઇડ ચાલુ કરતા પહેલા જરૂરી સૂચનાઓ આપવી જોઇએ. જે અપાઇ ન હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને એકી સાથે ઠાંસીઠાંસીને બેસાડી બોટિંગ કરાવાતાં આ દુર્ઘટના ઘટી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. જો કે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા પર ચાલતા તમામ એકમો, જગ્યાઓ કે સેવાઓમાં આચરાતી ઘોર બેદરકારીના કારણે વારંવાર મોટી હોનારતો બને છે. તેવામાં આવી ઘટનાઓ રોકવા માટે બિનીત કોટીયા જેવા કોન્ટ્રાક્ટરોને આકરીમાં આકરી સજા થાય તેવી માગ ઉઠી રહી છે.

સેવ ઉસળની લારી ચલાવતો વ્યક્તિ અહીં બોટ ચલાવતો હતો.વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે.

error: