કરોડોના આવાસ ખાલી પડી રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા છે. તો કોન્ટ્રાક્ટરને રૂપિયા 16 કરોડ ચૂકવાઈ ગયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. કરોડો રૂપિયાના આવાસ જર્જરિત થતા VMCની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો 2008-09માં રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હોમ યોજના શરૂ કરી હતી. યોગ્ય આયોજનના અભાવે આજ દિન સુધી યોજનાનુ કામ પણ પૂર્ણ નથી થયું. બિલ્ડીંગનું કામ પૂરું થાય તે પહેલાં જ બારી-દરવાજા ચોરાઈ જતા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે.
2008-09માં રેન્ટલ કમ ટ્રાન્ઝિટ હોમ યોજના શરૂ કરી હતી. આજ દિન સુધી આ યોજનાનુ સંપૂર્ણ કામ પૂર્ણ થયું નથી. 25 કરોડના ખર્ચે 244 મકાનો નવાયાર્ડ અને હરણીમાં બની રહ્યા છે. જેમાં નવાયાર્ડમાં 188 મકાનો બની રહ્યા છે તેમજ કોન્ટ્રાકટરને 16 કરોડ પાલિકાએ ચૂકવી પણ દીધા છે. અત્રે જણાવીએ કે, આ મકાન લોકોને ભાડેથી આપવાના હતા. પરંતુ બિલ્ડીંગનું કામ પૂરું થાય તે પહેલાં જ બારી-દરવાજા ચોરાઈ ગયા. ત્યારબાદ બિલ્ડીંગનું કામ પૂરું ન થતાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે, આ બધાની વચ્ચે કોર્પોરેશને મોડે મોડે સિક્યોરિટી ગાર્ડ મૂક્યા છે.