આ સર્વેની ચોંકાવનારી વાત તો એ છે કે ગામડાનાં 14થી 18 વર્ષ સુધીનાં 25% બાળકો પોતાની સ્થાનીક ભાષામાં પણ બીજા ધોરણનું પુસ્તક બરાબર રીતે વાંચી શકતાં નથી. આ ઉંમરનાં 43% બાળકોને અંગ્રેજીનાં શબ્દો વાંચવામાં મુશ્કેલી પડતી હોય છે. સર્વેની વધુ એક ચોંકાવનારી વાત એ હતી કે ભલે બાળકો ભણવામાં પાછળ હતાં પણ મોબાઈલનાં ઉપયોગમાં તેઓ અવ્વલ જોવા મળ્યાં. 90% યુવાનોનાં ઘરે મોબાઈલ હતો અને 90.5% સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણતાં હતાં.
14થી 18 વર્ષની ઉંમરનાં બાળકો આર્ટસનાં વિષયોમાં અભ્યાસ કરી રહ્યાં છે. એ બાદ સાયન્સનો નંબર આવે છે.
ધોરણ 11-12માં 55.7% ગ્રામીણ યુવાઓની પહેલી પસંદ આર્ટસ વિષય છે. સાયંસ-ટેકનોલોજી-ઈંજિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સમાં 31.7% વિદ્યાર્થીઓને રસ છે.
ગ્રામીણ વિદ્યાર્થીઓમાં કોમર્સ સિલેક્ટ કરનારાઓની સંખ્યા 9.4% છે જ્યારે દિલ્હી યૂનિવર્સિટીમાં કોમર્સ વિષયોમાં એડમિશન લેવા માટે મારામારી જોવા મળતી હોય છે.
STEM વિષયોમાં એડમિશન માટે અપ્લાય કરનારાઓમાં છોકરાઓની સંખ્યા 36.3% છે જ્યારે છોકરીઓનો આંકડો 28.1% છે.
સર્વે રિપોર્ટ અનુસાર આ ઉંમરનાં તમામ યુવાનોમાં આશરે 25% યુવાનો હજુ સુધી પોતાની સ્થાનિક ભાષામાં બીજા ધોરણની પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકતાં નથી. અડધાથી વધારેને ગણિતનાં ભાગાકાર જેવા સવાલોને સમજવામાં મુશ્કેલી થાય છે. અડધાથી વધારે યુવાનોને 3 ભાગ્યા 1 કરવા માટે કહ્યું ત્યારે માત્ર 43.3% યુવાનો તેનો સાચો ઉત્તર આપી શક્યાં. આશરે 57.3% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાક્ય વાંચી શક્યા જ્યારે બાકીનાં લોકો ફેઈલ થયાં.