10 વર્ષ પહેલા ક્રિકેટમાંથી સન્યાસ લેનાર સચિન તેંડુલકર છેલ્લા ઘણા વર્ષોથી ક્યારેક ક્યારેક મેદાન પર આવીને રમતા જોવા મળ્યા હતા. એમાં પણ છેલ્લા 2 વર્ષમાં તો તે મેદાન પર જોવા જ મળ્યા ન હતા. એવામાં 18 જાન્યુઆરીની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કારણ કે શ્રી સાઈ મધુસુદન સાઈ ગ્લોબલ હ્યુમૈનિટેરિયન મિશન તરફથી વન વર્લ્ડ વન ફેમેલી કપ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચિન તેંડુલકર સહિત ભારત અને દુનિયાભરના ફેમસ પૂર્વ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સચિનને જોવા માટે સૌ કોઈ ઉત્સુક હતા અને દિગ્ગજ ભારતીય ખેલાડીએ કોઈને નિરાશ કર્યા ન હતા. દરેક લોકોને આશા હતી કે સચિન પોતાની બેટીંગનો જલવા દેખાડશે અને સચિને તે કરી દેખાડ્યું. પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિને ફેન્સને બોનસ ખુશીના રૂપમાં બોલીંગનો નજારો પણ દેખાડ્યો હતો.. સચિને આ મેચમાં 2 ઓવરમાં 23 રન કર્યા અને એક વિકેટ લીધી હતી.
આટલું જ નહીં તેને યુવરાજ સિંહનો કેચ પણ લીધો હતો. જે બાદ સચિને પોતાની બેટિંગનો જલવા દેખાડ્યો હતો અને માત્ર 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેમને આ રન 168.8ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા જેમાં તેને પોતાના બેટથી 3 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. સચિનને સ્પિનર મુથૈલા મુરલીધરને આઉટ કર્યો હતો.