Satya Tv News

વાગરા તાલુકાના ભેંસલી નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ ને પગલે કંપની ના ગેટ ની બહાર કામદારો ઉમટી પડ્યા હતા.પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી.

દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભેંસલી ગામ સ્થિત રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝ ના નામનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો.અને તેના પ્રોપરાઇટર ગણેશ સિંહ ના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે પણ જાણ કરી હોવાની પ્રાથમિક માહિતી સ્થાનિકો પાસેથી મળી આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, શુભ લક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી હતી.રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાંણા બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો હતો.કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કેટલાક કામદારોના પગાર પણ અટવાયા હોવાની માહિતી સાંપડી રહી છે.દહેજ પોલીસની કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો બહાર આવી શકે એમ છે.

error: