ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની 19 સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો 22 જાન્યુઆરીએ 2000 રૂપિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો 23 જાન્યુઆરી, 2024થી 2000 રૂપિયાની નોટ બદલી શકશે. રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે, 2000ની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. આ કિંમત 29 ડિસેમ્બર, 2023 સુધીમાં ઘટીને માત્ર 9,330 કરોડ રૂપિયા રહી ગઈ છે. હજુ પણ 2.62 ટકા જેટલી 2000 રૂપિયાની નોટો બેંક સર્ક્યુલેશનમાં પરત આવી નથી.
મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. રાજ્ય સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 હેઠળ રજા જાહેર કરી છે. જેથી 22 જાન્યુઆરીએ સોમવારે સરકારી સિક્યોરિટીઝ, મની માર્કેટ અને રૂપી ઈન્ટરેસ્ટ રેટના ડેરિવેટિવ્સમાં કોઈ વ્યવહાર નહીં થાય. 23 જાન્યુઆરીથી તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરી શકાશે.