Satya Tv News

વડોદરામાં હરણી લેકમાં બોટ દુર્ઘટના મામલે 13 વર્ષની સુફિયા સૌકત શેખનુ નિવેદન સામે આવ્યું છે. પહેલા અમને વોટર પાર્કમાં લઈ ગયા. ત્યાર પછી બોટિંગ કરવા લઈ ગયા હતા. બે રાઉન્ડ સારી રીતે બોટિંગ થયું હતું. જે બાદ ત્રીજા રાઉન્ડમાં 31 લોકોને બોટમાં જબરજસ્તીથી બેસાડ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ બેસાડતા બોટે પલટી મારી હતી. થોડાક લોકો પાસે જ લાઈફ જેકેટ હતા. મારી બહેને પણ લાઈફ જેકેટ પહેર્યું હતું પણ તરતાં ન આવડતા મૃત્યું પામી હતી. હું પાણીમાં શરૂઆતમાં હોશમાં હતી. બાદમાં બેભાન થઈ ગઈ હતી. જે બાદ મને મારી મિત્રએ બચાવી હતી. મારી બહેનને પાણીમાંથી નીકાળીને બહાર ફેંકી દીધી, કોઈએ મદદ ન કરી.

આ ગોઝારી ઘટનામાં 17ના મોત થયા છે, મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના સ્વજન પરિવારજનોએ આસું ભીની આંખે કહ્યું કે, ઘરનો સભ્ય ગુમાવ્યા તે મોટું દુ:ખ છે, જવાબદાર સામે પગલાં લેવા જોઇએ. તેમણે કહ્યું કે, આજે અમારા મોટી દુખની ઘડી છે વધુ કહી શકીએ તેમ નથી. આપને જણાવીએ કે, 25 વર્ષથી ફાલ્ગુની બેન શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. મૃતક શિક્ષિકા ફાલ્ગુની બેનના ઘરે 2 બાળકો, પતિ અને સાસુ સસરા છે.મૃતકના એક પરિજને કહ્યું કે, તંત્રની બેદરકારી કહી શકાય આજે બાળકો મા વિનાના થઇ ગયા

આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.

error: