Satya Tv News

પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન
કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં કર્યું આલેખન
અયોધ્યા નગરીના પિનકોડ, પોસ્ટ કરાયા

ભરુચના રામ ભક્તએ પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષાના કુલ ૩૮ શ્લોકનું સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું છે.

ભરુચના એક રામ ભક્ત નરેન્દ્ર કે સોનારે પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું છે .અને એ આપણી જૂની મેનુસ્ક્રિપ્ટની પદ્ધતિને અનુરૂપ અભિવ્યક્ત કરે છે. આ પોસ્ટકાર્ડને તેઓએ ભગવાન શ્રી રામને સંબોધીને લખ્યા છે .જે અયોધ્યા નગરીના પિનકોડ સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ પોસ્ટકાર્ડમાં મોકલનારમાં સમસ્ત ભરુચના રામભક્તગણનો ઉલ્લેખ કરી આખા ભરુચ વતી ભગવાન શ્રી રામને પત્ર રામ રક્ષા સ્તોત્રમના સ્વરૂપમાં પત્ર લખી એ પ્રાર્થના કરી છે કે, ભગવાન રામ આ સ્તોત્રમાં વર્ણવેલ રામ રક્ષા સ્તોત્રમના ગૂઢાર્થ પ્રમાણે સમસ્ત ભારતવર્ષની રક્ષા કરે અને ફરીથી રામરાજ્યનો અનુભવ આખું ભારતવર્ષ કરે. સમસ્ત ભરૂચના રામભકતો વતી ભગવાન શ્રી રામને પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર લખી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: