Satya Tv News

સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે સાઉદી અરેબિયાના રિયાધમાં એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ બીજી વખત છે જ્યારે સલમાનને જોય એવોર્ડ્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વર્ષના જોય એવોર્ડ્સમાંથી સલમાનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક તસવીરમાં સલમાન ‘હેનીબલ’ એક્ટર એન્થોની હોપકિન્સ સાથે પોઝ આપતાં જોઈ શકાય છે.વર્ષ 2022માં આ ઈવેન્ટમાં સલમાનને ‘પર્સનાલિટી ઓફ ધ યર’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષે પણ તેમને એવોર્ડ સમારોહમાં ભારતના વિશેષ અતિથિ તરીકે મહાનુભાવો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

error: