અયોધ્યા આવેલા સચિન તેંડુલકર પણ આડેધડ પાર્કિંગની ગેરવ્યવસ્થાનો ભોગ બન્યાં હતા. આમ તો કારથી અયોધ્યા આવનારાઓ માટે પાર્કિગની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ઘણા લોકોને પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો જેમાં એક પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ હતા. સચિન તેંડુલકર પાસે હનુમાન કુંડમાં કાર પાર્ક કરવાનો પાસ હતો, તેમ છતાં પણ તેમને પાર્કિંગ મળ્યું નહોતું અને કાર પણજી મોહલ્લાના પાર્કિંગ સ્થળે પહોંચી હતી પરંતુ બહાર જ અટકાવી દેવાઈ હતી અને ઘણા સમય સુધી જ કાર રસ્તા કિનારે પડી રહી હતી.
સચિનને પાર્કિંગમાં મુશ્કેલી પડી તે જાણીને અધિકારીઓ દોડતા થયા હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ પોલીસ અધિકારીએ સચિનની કાર પાર્ક કરવા અંગે એનાઉન્સમેન્ટ કર્યા બાદ પાર્કિંગની જગ્યા મળી હતી.