Satya Tv News

ડિસેમ્બર 2023ની શરૂઆતમાં, તે સ્પષ્ટ થઈ ગયું કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા સાથે સીધો વ્યવહાર કરશે. ત્યારબાદ કંપનીએ ક્રૂડ ઓઈલના 3 ટેન્કર બુક કર્યા હતા, જેની ડિલિવરી જાન્યુઆરી 2024થી શરૂ થવાની છે. અગાઉ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સિવાય નયારા એનર્જી લિમિટેડ નિયમિતપણે વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલની આયાત કરતી હતી.જો કે આ વખતે સરકારી ઓઈલ કંપનીઓ પણ વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા છે.

ભારત રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું. હવે આ ડિસ્કાઉન્ટ ઘટીને માત્ર 2 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જ્યારે ભારતને વેનેઝુએલા પાસેથી 8થી 10 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ મળવાની અપેક્ષા છે. વેનેઝુએલા ક્રૂડ ઓઈલની નિકાસ કરતા દેશોની સંસ્થા ઓપેકનો સભ્ય છે.હાલમાં તેની પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર છે. આવી સ્થિતિમાં જો વેનેઝુએલાથી સસ્તું તેલ મળશે, તો બજારમાં ક્રૂડના ભાવ નીચે આવશે અને ભારતીય રિફાઈનરીઓને તેનો ફાયદો થશે. જે આખરે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને ઘટાડવામાં મદદ કરશે. ભારત તેની જરૂરિયાતના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે.

error: