Satya Tv News

22 જાન્યુઆરીએ સૈફ અલી ખાનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, તેમને સવારે 8 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથની કોણીની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તે સ્વસ્થ છે. સૈફ કરીના કપૂર સાથે તેના બાંદ્રા ઘરની બહાર જોવા મળ્યા હતા.સૈફ અલી ખાન અને કરીના કપૂર એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. વીરલ ભાયાણીએ તેનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. સૈફે બ્લુ ટી-શર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. તેમજ તેના હાથ પર પાટો બાંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. કરીના કપૂર તેના પતિ સાથે ચાલતી જોવા મળી હતી.

સૈફ અલી ખાને કહ્યું કે ‘ન તો મારા ઘૂંટણની સર્જરી થઈ છે અને ન તો મારી કમર તૂટી છે. આ વસ્તુઓને ખૂબ ખેંચવામાં આવી રહી છે. મને ટ્રાઈસેપ ઈજા થઈ હતી. મને ઘણા સમયથી તેમાં દુખાવો થતો હતો. ક્યારેક ઓછું તો ક્યારેક વધારે. પણ ક્યારેક પીડા અસહ્ય બની જતી. સૈફ અલી ખાને ટ્રાઈસેપ્સ સર્જરી કરાવી છે. આ પહેલા પણ સૈફને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૈફ 2016માં રંગૂન ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર ઘાયલ થયો હતો. ત્યારબાદ તેના અંગુઠાની સર્જરી કરવામાં આવી હતી.

error: