રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્પર્ધા
ગુજરાત Judo ટીમે લીધો ભાગ
વડોદરા, ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું
રાષ્ટ્રનું નામ વિશ્વમા રોશન કરે તેવી શુભેચ્છા
વડોદરાની ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત Judo ટીમે પણ ભાગ લીધો છે. આ સ્પર્ધા મા પાટીલ યશનો 81 કિલો ગ્રામ થી વધારે વજન ગ્રુપમા સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરા અને ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે. પાટીલ યશ હાલ ગુજરાત સરકાર ધ્વારા વડોદરા ખાતે ચાલી રહેલ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતરગત કોચ શ્રી પ્રતીક ખત્રી તથા ટ્રેનર કેસર ખાન ના નેતૃત્વમાં તાલીમ લઈ રહ્યા છે. પાટીલ યશ આ વર્ષ મા બીજી વખત રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા થયેલ છે. યશ ને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે અને ગુજરાત તથા રાષ્ટ્ર નું નામ વિશ્વમા રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા