Satya Tv News

પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક અપીલ કરી છે.સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે VVIP લોકો આગમી 10 દિવસ સુધી અયોધ્યા ન આવે. જો તમે આવો તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવજો. જેથી તેઓને વધુ સારી સુવિધા પુરી પાડી શકાય. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, દરેક લોકો આરામથી દર્શન કરી શકે એ માટે આ સૂચના બહાર પાડવામાં આવે છે, રામ નગરીમાં ભીડને ધ્યાનમાં રાખીને, VIP અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આગામી 7 થી 10 દિવસમાં અયોધ્યા ધામની મુલાકાતનું આયોજન કરતા પહેલા સ્થાનિક વહીવટીતંત્ર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અથવા ઉત્તર પ્રદેશ સરકારને જાણ કરે.

બુધવારે પણ સવારથી જ રામ મંદિરની બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એવામાં હવે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. હવે ભક્તો સવારે 7 થી 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. ભક્તોની ભીડને જોતા ભીડ વ્યવસ્થાપન માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે.પીએમ મોદીએ કહ્યું છે કે આ સમયે રામ મંદિરના દર્શન કરવા માટે ભારે ભીડ એકઠી થઈ રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓએ આ સમયે અયોધ્યા જવાનું ટાળવું જોઈએ.

error: