Satya Tv News

ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે. મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક રાજકીય વિકાસ પર વ્યાપક વાટાઘાટો કરશે. અધિકારીઓએ જણાવ્યું કે જયપુરમાં રાષ્ટ્રપતિ મેક્રોન આમેર કિલ્લા, જંતર-મંતર અને હવા મહેલની મુલાકાત લેશે અને રોડ શોમાં પણ ભાગ લેશે. રોડ શો જંતર-મંતર વિસ્તારમાંથી સાંજે 6 વાગ્યે શરૂ થશે જ્યારે મોદી અને મેક્રોન વચ્ચે મંત્રણા સાંજે 7.15 વાગ્યે શરૂ થશે.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પ્રવાસની તૈયારીઓ સચોટ બનાવવા સૂચના આપી છે. સીએમ શર્માએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. સત્તાવાર નિવેદન અનુસાર સીએમ શર્માએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની રાજસ્થાનની પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે. આ તરફ CM ભજનલાલ શર્માએ વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની જયપુર મુલાકાતના રૂટનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જયપુર એરપોર્ટથી લઈને જંતર-મંતર, હવા મહેલ અને આમેર કિલ્લા સુધીની તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા.

error: