Satya Tv News

ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને ભારત એક લોકતાંત્રિક તથા સંવૈધાનિક દેશ બની ગયો. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. દેશ આઝાદ થયા પછી 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સંભાએ સંવિધાન અપનાવ્યું હતું. વર્ષ 1947માં દેશની આઝાદી પછી સંવિધાન નિર્માણની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે માટે એક સંવિધાન સભાનું ગઠન કરવામાં આવ્યં હતું અને 26 જાન્યુઆરી 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું, સત્તાવાર રીતે 26 જાન્યુઆરી 1950 નારોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભાએ સંવિધાન અપનાવ્યું હતું, અને 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતમાં પૂર્ણ સ્વરાજ જાહેરાત કરી હતી. 20 વર્ષ પછી તે જ દિવસે સંવિધાન લાગુ કરવામાં આવ્યું.

1949: સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતનું સંવિધાન સુપૂર્દ કરવામાં આવ્યું. આ દિવસે ભારતનું સંવિધાન બનીને તૈયાર થઈ ગયું હતું.
1950: ભારતને એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો અને ભારતનું સંવિધાન લાગુ થયું.
1929: ડિસેમ્બર મહિનામાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું. પંડિત જવાહરલાલ નહેરૂએ આ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.
26 જાન્યુઆરી 1930: કોંગ્રેસે આ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી.
26 જાન્યુઆરી 1930: ભારતે સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવ્યો. 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી 26 જાન્યુઆરીની સ્વતંત્રતા દિવસ તરીકે ઊજવણી કરવામાં આવી. ત્યારપછી દેશ આઝાદ થયો અને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી. સંવિધાન 26 નવેમ્બર 1949 સુધીમાં તૈયાર થઈ ગયું હતું. સંવિધાન સભાએ સંવિધાન નિર્માણ સમયે કુલ 114 દિવસ સુધી બેઠક કરી હતી.

error: