Satya Tv News

મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ શરૂ કરી હતી અને તેને 246 રન બનાવ્યા હતા. જે બાદ ભારતીય ટીમ બેટિંગમાં ઉતરી હતી. આ દરમિયાન એક ફેન રોહિત શર્માના ચરણ સ્પર્શ કરવા માટે દોડી આવ્યો હતો. તે રોહિત શર્માની નજીક આવ્યો હતો અને તેને રોહિત શર્માના ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાની વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે.રોહિત શર્માના ચરણ સ્પર્શ કરવા માટે આવેલ શખ્સે વિરાટ કોહલીના નામની જર્સી પહેરી હતી. પણ આ ફેનએ જ્યારે રોહિત શર્માના ચરણ સ્પર્શ કર્યા તો રોહિત શર્માએ કંઈ રિએક્ટ કર્યું ન હતું. પણ બાદમાં સુરક્ષાકર્મી દોડીને આવ્યા હતા અને તેમને મેદાનથી બહાર લઈ ગયા હતા. તમને જણાવી દયે કે વિરાટ કોહલી પોતાના અંગત કારણોસર સીરીઝના પહેલા બે મેચમાંથી બહાર છે.

error: