ધર્મપુરીથી ટ્રક્સ સલેમ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી અને એક ટ્રેલર ટ્રકના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં અન્ય વાહનોમાં ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોમાં જોઇ શકાય છે કે હાઇવે પર ટ્રકો પૂરપાટ ઝડપે જઇ રહી હતી. અચાનક જ એક ડ્રાઈવરે ટ્રેલર ટ્રક પરનો કાબૂ ગુમાવી દીધો અને તેની સામે રહેલી અન્ય ટ્રકમાં ઘૂસી ગયો. આ બંને ટ્રકની ટક્કર બાદ વધુ એક ટ્રકે ટક્કર મારતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકોની ટક્કરમાં કાર પણ ફસાઈ ગઈ અને આ ત્રણ ટ્રકની વચ્ચે સેન્ડવીચ પણ બની ગઈ. તેની અસર એટલી શક્તિશાળી હતી કે એક ટ્રક પુલ પરથી ઘાટમાં પડી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક અને કારમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.
યુપીના શાહજહાંપુર ગુરુવારે ટ્રક સાથે ટેમ્પો અથડાતા 12 લોકોના મોત થયા હતા. ટેમ્પોમાં સવાર લોકો પૂર્ણિમાએ ગંગામાં પવિત્ર ડૂબકી લેવા જઈ રહ્યા હતા. ધુમ્મસને કારણે સામેથી આવેલી ટ્રકે ટેમ્પોને ટક્કર મારી હતી, ટેમ્પો ટ્રકમાં ફસાઈ ગયો હતો, જે બાદ ડ્રાઈવરે ટ્રકને ટેમ્પો પર ચઢાવી દીધી હતી અને હંકારી મૂકી હતી જેને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ભીષણ ટક્કર બાદ રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી. ચીસો સાંભળીને આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.