Satya Tv News

દિલ્હીનો એક પરિવાર પોતાના 5 વર્ષનાં પુત્રને લઈને હરિદ્વારમાં હરકી પૌડીમાં ગંગા સ્નાન કરાવવા માટે લઈ આવ્યો હતો. હરકી પૌડી પર ગંગામાં ડૂબીને બાળકનું મોત થઈ ગયું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.મહિલા બાળકને થોડીવાર સુધી પાણીમાં ડુબાડતી નજર આવી રહી છે. આ બાદ આસપાસમાં રહેલા લોકો મહિલાની પાસે પહોંચી જાય છે અને તેને રોકવાનાં પ્રયાસ કરે છે પણ મહિલા તેને દૂર હટાવવા લાગે છે. મહિલા થોડા સમય બાદ બાળકને પાણીની બહાર કાઢે છે.

દિલ્હીથી એક પરિવાર પોતાના 5 વર્ષીય પુત્રને લઈને અહીં આવ્યો હતો જે બ્લડ કેન્સરથી પીડિત હતો. ડોક્ટરોનાં જવાબ અપાયા બાદ પરિવારજનો આસ્થાથી પોતાના બાળકને ગંગા સ્નાન માટે હરિદ્વાર લઈને પહોચ્યાં હતાં. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. ડ્રાઈવરે જણાવ્યું કે જ્યારે પરિવારજનો બાળકને લઈને ગાડીમાં બેઠાં હતાં ત્યારે તે ઘણો બીમાર દેખાઈ રહ્યો હતો અને હરિદ્વાર સુધી બાળકની તબિયત ઘણી વધારે બગડી ગઈ. ટેક્સી ડ્રાઈવર અનુસાર પરિવારજનો બાળકની તબિયત ખરાબ હોવાને લીધે તેના ગંગા સ્નાનની વાત કરી રહ્યાં હતાં.

error: