Satya Tv News

મધ્ય પ્રદેશની એક મહિલાએ લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા છે કારણ કે તેણે તેને ગોવામાં હનીમૂન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે તેને અયોધ્યા અને વારાણસી લઈ ગયો હતો. અયોધ્યાની યાત્રાએથી આવ્યાં તરત બાદ પત્નીએ ભોપાલની ફેમિલી કોર્ટમાં છુટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. તલાકની અરજીમાં મહિલાએ કહ્યું કે તેનો પતિ આઈટી સેક્ટરમાં કામ કરે છે અને તેને સારો પગાર મળે છે. તે પણ વર્કિંગ વુમન અને સારુ કમાય છે એટલે કે હનીમૂન માટે વિદેશ જવું તેમના માટે કોઈ મોટી વાત નથી. આર્થિક સંકડામણ ન હોવા છતાં મહિલાના પતિએ તેને વિદેશ લઈ જવાની ના પાડી દીધી અને ભારતમાં જ કોઈ સ્થળની મુલાકાત લેવાનો આગ્રહ કર્યો. તેણે દાવો કર્યો હતો કે તેણે તેના માતાપિતાની સંભાળ રાખવાની હતી, જેના પગલે આ દંપતી તેમના હનીમૂન માટે ગોવા અથવા દક્ષિણ ભારતની મુલાકાત લેવા સંમત થયું હતું. જોકે, બાદમાં તેણે પત્નીને કહ્યા વગર અયોધ્યા અને વારાણસીની ફ્લાઈટ બુક કરાવી હતી. તેમણે યાત્રાના એક દિવસ પહેલા જ તેમને બદલાયેલી મુસાફરીની યોજનાઓની માહિતી આપતા કહ્યું કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે કારણ કે તેમની માતા રામ મંદિર પવિત્ર સમારોહ પહેલા શહેરની મુલાકાત લેવા માંગતી હતી.

પતિએ છેલ્લી ઘડીએ ટ્રાવેલ પ્લાન ચેન્જ કરી દેતા પત્નીને આઘાત તો લાગ્યો પણ તે વખતે કંઈ ન બોલી અને પતિ સાથે અયોધ્યા અને વારાણસી જઈ આવી પરંતુ પાછા આવ્યાં બાદ તેણે છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો. પોતાના નિવેદનમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના પતિ તેના કરતા તેના પરિવારના સભ્યોની વધુ કાળજી લેતો હતો. આ દરમિયાન તેના પતિએ જણાવ્યું કે તેની પત્ની માત્ર મોટી ધમાલ કરી રહી હતી. હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

error: