સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં હતા પરંતુ તેમણે જે કહેવાનું હતું કે કહી દીધું હતું. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું કે ઘણી વાર કેટલાક લોકો પોતાની ખામીઓ જોઈ નથી શકતા, પરંતુ બીજા પર કિચડ ઉછાળવાનું કામ કરે છે. બીજા ટ્વિટમાં કહ્યું કે ખીજ દેખાડો શું થશે જ્યારે કોઈ આપણું ન બન્યું. વિધિનું વિધાન કોણ ટાળી શકે. ત્રીજા ટ્વિટમાં કહ્યું કે સમાજસેવી હોવાનો દાવો એ જ કરે છે જેની વિચારધારા હવાની જેમ બદલાય છે. જોકે આ ટ્વિટ વાયરલ થતાં રોહિણી ડિલિટ કરી નાખ્યાં હતા. રોહિણીના આ ટ્વિટને ગઠબંધનમાં તિરાડ તરીકે જોવામાં આવી રહ્યાં છે. નીતિશ પણ ગઠબંધન તોડવાની ફિરાકમાં છે. તેઓ ભાજપ સાથે ગઠબંધન કરે તેવી પૂરી શક્યતા છે.