Satya Tv News

આરોપી અલગ અલગ વેબસાઈટ પરથી દાખલો બનાવાતો હતો. અત્રે જણાવીએ કે, બિહારથી સમગ્ર કૌભાંડ ચાલતું હતું. દેશભરમાં હજારો જન્મના દાખલા બનાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, સમગ્ર મામલે હજુ તપાસ ચાલી રહી છે.સુરત મહાનગર પાલિકાની સાથે સાથે કચ્છના પણ બનાવટી જન્મ-મરણના પ્રમાણપત્રો બનાવવામાં આવતા હતા. ઓનલાઇન વેબસાઈટના આધારે બિહારના સીન્ટુ સુરેશ યાદવ નામના યુવાન કૌભાંડ કરતો હતો. જેણે fastportal.online, fast portal.com.in તેમજ crsorgi.goov.co.in, sintuhost.in એમ ચાર વેબસાઈટ બનાવી હતી. સાથો સાથ કોડ પણ આપવામાં આવતો હતો. જો કે, માત્ર સુરત જ નહીં દેશના અનેક શહેરમાં આવા બોગસ જન્મ-મરણના પ્રમાણપત્ર અપાયાની આશંકા સેવાઈ રહી છે. આરોપી પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ, 13 ક્રેડિટ-ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, 5 જીપે ના સ્કેનર, એક કોરું જન્મ પ્રમાણપત્ર, બે પાસબુક જપ્ત કરવામાં આવી છે.

error: