Satya Tv News

વડોદરામાં બનેલી હરણી તળાવની દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જે જીવ ગુમાવ્યો. એ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને મંજૂરી આપતી વખતે સૂચનાઓ અંદર આપવામાં આવે છે. તે તમામ સૂચનાઓથી ફરીથી તેમને વાકેફ કરીએ બાબતે ખૂબ ગંભીરતા રાખી શાળાઓને સતર્ક કરવામાં આવી છે. તેમજ પ્રવાસ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે ચોક્કસ જરૂરી હોય છે. પણ જે પ્રવાસ ખેડવામાં આવે છે. તેમાં શું શરતો છે.

કોઈ પણ પ્રવાસની મંજૂરી જીલ્લા કક્ષાએથી મેળવ્યા બાદ જ પ્રવાસ ખેડવો જોઈએ. તેમજ સાથે સાથે જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે વાહન આરટીઓના માર્ગ અને સલામતીના નિયમોને ધ્યાને લઈ તેના જે ડોક્યુમેન્ટસ વગેરે હોય તે હોવા જરૂરી છે. પ્રવાસને લઈને શાળાઓને સતર્ક રહેવા DEO દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં કે શહેર બહાર થતા પ્રવાસની મંજૂરી DEO કક્ષાએ લેવી પડશે. પ્રવાસના વાહનના તમામ દસ્તાવેજ નિયમ મુજબ હોવા જરૂરી છે. તો સૂચના પ્રમાણે કોઈ પણ શાળા રાત્રિ દરમિયાન પ્રવાસ નહી ખેડી શકે. જો મંજૂરી વિના પ્રવાસ લઈ જવાય તો શાળાની મંજૂરી રદ થઈ શકે છે. સાથે જ શરત ભંગના કેસમાં શાળાને નોટિસ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

error: