ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈ ગોહિલનું નિધન થયું. સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.