કિલર બમ્ય લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે ઓગસ્ટ 2023 માં લગાવાયેલા કિલર બમ્પ 5 મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા હતા. બમ્પ લગાવાયા બાગ ધારદાર સળિયાઓનું સમારકામ પણ કરાયું હતું. પરંતું છેલ્લે ટ્રાફિક પોલીસે આખરે હાર માની કિલ બમ્પ હટાલી લીધા હતા. સમગ્ર દુનિયામાં ટ્રાફિક નિયમન માટેનો સફલ પ્રયોગ અમદાવાદમાં નિષ્ફળ રહ્યો હતો.
રોંગ સાઈડ ડ્રાઈવિંગનું પરિણામ જોઈ લો!
2022: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ
2021: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
2020: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 63 બનાવ
2019: રોંગ સાઈડ ડ્રાઈવિંગથી અકસ્માતે મૃત્યુના 62 બનાવ