મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે અને રોજગારીની ઉત્તમ તકો મળશે, ધાર્મિક કાર્યોમાં મન લાગશે તેમજ નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે
મિથુન (ક.છ.ઘ.)
મિથુન રાશિના જાતકોને સ્થાન પરિવર્તનના યોગો જણાય છે તેમજ લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે અને રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોને વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે
સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી અને પગ અને કમરના દર્દમાં સંભાળવું તેમજ વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું
તુલા (ર.ત.)
કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે, ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતમાં લાભ થશે તેમજ નોકરી-ધંધામાં સારો લાભ જણાશે અને જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે, વાહન ચલાવવામાં કાળજી રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે અને માનસિક તણાવથી પરેશાની વધશે તેમજ સહકર્મચારીનો સારો સહયોગ મળશે અને લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે તેમજ આવકમાં વધારો થશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો અને નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી
મીન (દ.ચ.ઝ.થ.)
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે અને ધંધાને અને પરિવારને સાથે ના રાખો તેમજ યાત્રા-પ્રવાસના યોગ બનશે અને પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે