Satya Tv News

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં આજે એકબાજુ ચાર આરોપીની ધરપકડ થઈ છે તો બીજી બાજુ DEOએ શાળા સંચાલકોને છાવરવાનો પ્રયાસ કર્યો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે. DEOએ ફ્કત નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે. જો કે, શાળા સંચાલકોએ પોતાના જવાબમાં પરવાનગી ન લીધી હોવાની કબૂલાત કરી છે. નજીકમાં જ પ્રવાસ હોવાથી પરવાનગી લેવાનું યોગ્ય ન લાગ્યાનું શાળા પ્રશાસન તરફથી જવાબ મળ્યો છે. શાળા સંચાલકોએ પ્રવાસ અંગે કોઈને જવાબદારી સોંપી હતી કે કેમ તેની તપાસ કરાશેનું DEOએ જણાવ્યું છે. હવે પછી જો કોઈ શાળા નિયમોનું ઉલ્લંઘન કરશે તો ચોક્કસ પગલાં લેવાની બાંહેધરી પણ આપી છે. વધુમાં કહ્યું છે કે, તપાસ ચાલી રહી છે, જે પણ સામે આવશે તેમાં જોગવાઈ મુજબ યથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તે દરમિયા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, દુર્ઘટના બાદ જ નિંદ્રામાંથી તંત્ર જાગે છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, મહાપાલિકા કોન્ટ્રાક્ટ આપીને ઉંઘી ગઈ હતી? કોર્ટ મિત્રએ કોર્પોરેશનના અધિકારીને પણ સરખા ભાગે જવાબદાર ગણાવ્યા હતાં. કોર્ટે કહ્યું કે, બનાવ બન્યો તે પહેલા શું કર્યું હતું તે જાણવામાં જ રસ છે. કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન ન હોવાનું કોર્ટે તારણ કાઢ્યું હતું. અત્રે જણાવીએ કે, સમગ્ર મામલે વડોદરા મહાપાલિકાને નોટિસ આપી છે.

error: