Satya Tv News

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ગોવાળિયાઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ પછી ચીની સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અહીં તમને જણાવી દઈએ કે ચીની સૈનિકો સશસ્ત્ર હતા, જ્યારે ભારતના સ્થાનિ ગોવાળિયાઓનિઃશસ્ત્ર હતા. છતાં પણ સ્થાનિક પશુપાલકોએ પીએલએના પગલાનો વિરોધ કરવાથી પીછેહઠ કરી ન હતી. ચુશુલ કાઉન્સેલર કોન્ચોક સ્ટેનજિને બંને પક્ષો વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં ચીની સૈનિકો ગોવાળિયાઓને રોકતા જોવા મળે છે અને ગોવાળિયાઓ તેમની સાથે દલીલ કરી રહ્યા છે. તે જગ્યાએથી પાછા ફરવાનો ઇનકાર કરી રહ્યા છે.

લદ્દાખમાં LAC પર ચીની સૈનિકો અને સ્થાનિક ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ થોડા અઠવાડિયા પહેલા ત્યાંની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. તમને જણાવી દઈએ કે, ઉચ્ચ પર્વતીય વિસ્તાર ડોકલામમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ સામે આવી છે. આને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.

error: