Satya Tv News

17 જાન્યુઆરીએ પ્રમોદ અને રાજેશ ઝાડીઓમાં બેસીને બીયર પી રહ્યાં હતા. આ દરમિયાન પ્રમોદે રાજેશને અનનેચરલ સેક્સ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ આરોપી કંટાળી ગયો હતો અને તેણે તરત પ્રમોદની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે ખિસ્સામાંથી ₹ 18,500 અને તેનો કીપેડ મોબાઇલ કાઢ્યો. તેણે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર પીડિતાનો મોબાઈલ ફોન ૪૦૦ રૂપિયામાં વેચી દીધો. ત્યાર બાદ ધરપકડથી બચવા માટે તે ટ્રેન મારફતે પંજાબના અમૃતસર ગયો હતો. પંજાબના અમૃતસર પહોંચ્યા બાદ તેણે શુક્લા પાસેથી લૂંટેલા પૈસામાંથી ₹ 10,000માં એક મોબાઇલ ફોન ખરીદ્યો હતો. આ જ રકમ મોબાઈલ ફોનના વેપારી પાસેથી મોબાઈલ ફોનની કેશ મેમો સ્લીપ સાથે મળી આવી છે.

પોલીસે એવો પણ ખુલાસો કર્યો છે કે આરોપી અને મૃતક વચ્ચે સજાતિય સંબંધો હતા તેમાં મૃતક આરોપી પાસે વધારે પડતી માગણી કરવા લાગ્યો હતો તેમાં હત્યા થઈ છે. આ ઘટના અને બીજી ઘટનાઓથી વાલીઓએ છોકરા-છોકરીઓને ચેતવવા જેવા છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ બની રહી છે.

error: