Satya Tv News

કેન્દ્ર સરકાર દ્વારા આયાત જકાત ઘટાડવાના લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. આનાથી માત્ર આ ક્ષેત્રને પ્રગતિ કરવામાં મદદ મળશે નહીં પરંતુ વૈશ્વિક બજારમાં સ્પર્ધા પણ વધશે. આ મહિનાની શરૂઆતમાં એક ન્યૂઝ એજન્સી ખુલાસો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પ્રીમિયમ મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતી સામગ્રી પર આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે. સરકારના આ નિર્ણયથી એપલ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે અને નિકાસ પણ વધી શકે છે.

મોબાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ 12 ઘટકો પરની ડ્યુટી ઘટાડવાની હિમાયત કરી રહી છે જેથી ભારતમાં સ્માર્ટફોન બનાવવાની કિંમત ઘટાડી શકાય. આ સિવાય ચીન અને વિયેતનામ જેવા પાડોશી હરીફ દેશો સામે વધુ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવાની આ માંગ છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ ફોનનું ઉત્પાદન વધારવા માટે મોબાઈલ કેમેરા ફોનના કેટલાક ઘટકો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી હટાવી દીધી હતી.

error: