Satya Tv News

રાહુલ ગાંધી પોતાની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ સાથે બંગાળના માલદા જિલ્લામાં પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન અચાનક કેટલાક લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરોથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં વાહનની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા, પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સુરક્ષિત છે. આ હુમલો માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં થયો હતો જ્યારે બિહારથી પશ્ચિમ બંગાળમાં યાત્રા ફરી પ્રવેશી હતી.રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલા પર મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, “ભીડમાંથી કોઈએ પાછળથી પથ્થર માર્યો હશે. પોલીસની ઉપેક્ષાને કારણે આ ઘટના બની છે. આ એક નાનકડી ઘટના છે, પરંતુ એક મોટી ઘટના પણ બની શકે છે.

પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારની કાચ તૂટી ગયા હતા જે પછી તેઓ કારમાંથી બહાર આવ્યાં હતા અને કેટલું નુકશાન થયું તે જોવા લાગ્યાં હતા. રાહુલ ગાંધી બંગાળમાં ન્યાય યાત્રા કાઢી રહ્યાં છે. હુમલાખોરો સામાન્ય લોકો હતા જેઓ રાહુલથી નારાજ હોવાનું જણાવાઈ રહ્યું છે જોકે અધીર રંજન ચોધરીએ હુમલા માટે ટીએમસી પર આરોપ મૂક્યો છે.

error: